ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા દરમ્યાન સ્થળ પર જ હોદ્દેદારો દ્વારા ૩૯૩૦૦ રૂપિયાનો ફાળો નોંધાવ્યો.

    બહેજ પ્રાથમિક  શાળા ખાતે ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા મળી હતી.

          જેમાં ગણદેવી તાલુકાનાં માછીઆવાસણ ખાતે મળેલ નવસારી જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ કારોબારી સભાને અનુસંધાને  તારીખ -૨૧-૦૩-૨૦૨૩નાં દિને શાળા સમય પહેલાં ખેરગામ તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘની કારોબારી સભા બહેજ પ્રાથમિક શાળા ખાતે  મળી હતી. જેમાં  અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક અધિવેશન અને રામકથા માટે સ્વૈરિછક ફાળાની ચર્ચા કરવામાં આવી હતી.જેમાં સભા દરમ્યાન જ  સંઘનાં હોદ્દેદારો દ્વારા પોતાની યથાશક્તિ પ્રમાણે ફાળો નોંધાવ્યો હતો. આ સભા દરમ્યાન દરેક કેન્દ્રનાં ગૃપમંત્રીઓને કેન્દ્રનાં શિક્ષકોને આ સેવા કાર્યમાં જોડવા માટે સંઘનાં પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ દ્વારા અપીલ કરવામાં આવી હતી.  આ સભામાં કેન્દ્રનાં ગૃપમંત્રીઓ, સંઘનાં હોદ્દેદારો તેમજ જિલ્લા સંઘનાં સભ્યો હાજર રહ્યા હતાં. 


         અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક અધિવેશન અને રામકથા માટે સ્વૈચ્છિક યોગદાન આપનાર તમામ હોદ્દેદારોને પ્રમુખશ્રી દિવ્યેશકુમાર ચૌહાણ અને મહામંત્રીશ્રી કિરીટભાઈ પટેલ  દ્વારા  અભિનંદન પાઠવવામાં આવ્યાં હતાં.       

              

Post a Comment

أحدث أقدم